લવ રિવેન્જ Spin Off Season-2 પ્રકરણ-૧૯ “TRUST ME…..!” “TRUST ME…..!” લાવણ્યાને મેસેજમાં સિદ્ધાર્થે માત્ર બે જ શબ્દો લખીને મોકલ્યા હતાં. જોકે મેસેજ મોકલ્યા પછી સિદ્ધાર્થ શૂન્યમનસ્ક વિચારે ચઢી ગયો હતો. નેહાનો ઈરાદો જાણ્યાં પછી શા માટે તેને પોતાને લાવણ્યાની એટલી ચિંતા થઈ આવી અને તેણે શા માટે લાવણ્યાને એ મેસેજ કર્યો? એ સવાલ હવે તેનાં મનમાં ઉઠી રહ્યો હતો. આરવની બાબતમાં લાવણ્યા સાવ નિર્દોષ નહોતી એ સિદ્ધાર્થ જાણતો હોવાં છતાં, અને નેહાએ આજે જે કર્યું એ કઈંક અંશે ખોટું ના હોવાં છતાંય સિદ્ધાર્થે એક અજાણી ફીલિંગને અનુસરીને લાવણ્યાને મેસેજ કરી દીધો. “TRUST ME…..!” તેનાં મનમાં પોતે કરેલાં મેસેજના એ