નવરાત્રી આવતાં જ યુવાનીમાં પ્રવેશવાં થનગની રહેલી રીમાની આશાઓએ જાણે પાંખો ફેલાવી દીધી. તેને હતું કે બસ આ જ મોકો છે તેને અને ચીન્કુને મન મૂકીને મળવાનો. તેની બહેનપણીઓની જેમ વિનાં રોકટોક ફરવાનો! કલાકો સુધી, આખી રાત ની રાત! બસ, એ અને ચીન્કુ! ગાડીમાં દૂર દૂર સુધી એકલાં જઈ બેસી શકશે! તે ચીન્કુનાં બાહુપાશમાં ખોવાઈ જશે! ચીન્કુનાં ચુંબનોની ધોધમાર વર્ષાંમાં ભીંજાઈને પાણી પાણી થઈ જશે! આ વિચારમાત્રથી જ તેનાં શરીરમાં હજારો વીજળીનાં બલ્બ ઝગમગી ઊઠતાં. તેનાં સ્વપ્નાં પાંખો લગાવી તેને દૂરદૂર આકાશમાં લઈ જતાં! મધ્યમવર્ગમાંથી તે આવતી હતી. પિતાની એક નોકરી પર કુટુંબનાં સાત સાત જણાં નભતાં હતાં. તેને નવરાત્રીનાં