સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -26

(87)
  • 6.4k
  • 5
  • 4.2k

સોહમ સાવીની સામે ને સામે જોઈ બધું સાંભળી રહેલો...સાવીની આંખમાં આંસુ ધસી આવ્યાં હતાં...સોહમે એ આંસુ એની આંગળીના ટેરવે લીધું અને મોતીની જેમ પ્રકાશવા માંડ્યું...એનાં ઉપર સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ ઝળહળી જાણે મોતી જેવું દેખાતું હતું એને ચૂમીને કહ્યું ‘મારી સાવી હું સમજી શકું છું તારાં પાપાની માનસીક અવસ્થા કેવી હશે...એ કેટલાં હારેલાં અને કેટલાં મજબુર હશે કે તેં કીધું અને એ તૈયાર થઇ ગયાં...તને મુકવા જતાં જતાં એમનામાં રહેલો બાપ જાગી ઉઠ્યો હશે એમનાં રૂવાં રૂવાંમાં કેવી વિવશતાએ બળવો પોકાર્યો હશે કે તને કહી દીધું કે સાવી જેવી સ્થિતિમાં રહેવું પડે રહીશું પણ તને...”સાવીએ સોહમનો હાથ હાથમાં લઇ કીધું “સોહું