કનેક્શન-રૂહ સે રૂહ તક - 27

(13)
  • 3.5k
  • 1
  • 1.6k

૨૭.નવલું નજરાણું અપર્ણાનાં વર્તનથી શિવ બરાબરનો ચિડાયો. એ અપર્ણાની પાછળ પાછળ એનાં રૂમમાં આવી ગયો. અપર્ણા તો રૂમમાં આવીને, કાનમાં હેડફોન લગાવીને આરામથી ગીતો સાંભળી રહી હતી. શિવ આવીને એની સામે ઉભો રહી ગયો. અપર્ણા એની સામે મોઢું બગાડીને બારી સામે ઉભી રહી ગઈ. શિવ પણ આવીને એની પાસે ઉભો રહી ગયો. શિવને જોઈને અપર્ણા ત્યાંથી આવીને બેડ પર બેસી ગઈ. શિવ ફરી એની સામે ઉભો રહી ગયો. અપર્ણા ત્યાંથી પણ ઉભી થવા ગઈ. તો આ વખતે શિવે એનાં હાથ પકડીને એને રોકી લીધી. અપર્ણાએ પોતાનાં હાથ છોડાવવાની કોશિશ કરી. એ સમયે એનાં હાથમાં બાંધેલો દોરો શિવની ઘડિયાળમાં ફસાઈ ગયો,