કેટલા બધા લોકો, અને કેટલા બધા વિવિધ ચહેરાઓ, ભગવાને એક જેવો ચહેરો તો બધાને આપ્યો નહિ! હા, એટલે જ તો અમુક ચહેરાઓ જોઈને જ આપણને પોતાના હોવાનું ખબર પડી જાય છે ને! કેટલા બધા લોકો છે અહીં! ગરબાની જબરદસ્ત રમઝટ જામી છે. કેટલી બધી અલગ અલગ ફેશનના કપડાઓ અને એથી પણ અલગ અલગ ચહેરાઓ. બેકગ્રાઉન્ડ માં પોપ્યુલર ગરબો પણ મોટા અવાજમાં વાગે છે. એક મોટા વર્તુળાકાર માં સૌ એક પ્રકારના સ્ટેપ સાથે ગરબા કરી રહ્યાં છે. નીતિન, કોઈ એ મારું નામ લીધું તો જાણે કે હું તો હોશમાં આવ્યો. એક અલગ જ દુનિયામાં હું તો ચાલ્યો ગયો હતો. વિચારોની દુનિયામાં.