વિરાટ દક્ષાની ઝૂંપડીએથી નીકળ્યો ત્યારે સૂરજ ખાસ્સો એવો ઊંચો આવી ગયો હતો. રેત ધીમેધીમે ધખવા લાગી હતી. પવન હંમેશાંની જેમ ગરમ લૂ અને રેતીનું મિશ્રણ બની ગયો હતો. સૂરજ આજે જાણે ઝડપથી આગળ વધતો હતો. જાણે તેને યાદ અપાવતો હોય કે આગગાડી આવાવને હવે છ સાત કલાક જેટલો જ સમય બાકી છે! વિરાટ પોતાના વિસ્તારમાં બેફિકરાઈથી ભટકવા માંડ્યો. હવે ફરી એ જમીન પર ત્રણ મહિના સુધી પગ મૂકવાનો નહોતો. એ જમીન તેને માતાના પ્રેમ જેવો અનુભવ કરાવતી. આગગાડી વર્ષમાં ત્રણ કે ચાર વાર આવતી. દરેક વખતે જૂના મજૂરોને ઉતારી જતી અને નવા મજૂરો ભરી