અંતરાત્માનો સાદ

  • 2.2k
  • 2
  • 826

 //અંતરાત્માનો સાદ//         અવાજ સાંભળવાની સમસ્યા ત્યારે ઊભી થાય, જ્યારે માણસ કંઈક ખોટું કરવાનો નિર્ણય લઈ રહ્યો હોય અથવા સાચો નિર્ણય લેવાનું ટાળી રહ્યો હોય. ખોટો નિર્ણય લઈ લીધા પછી માણસ અંદરખાને પશ્ચાતાપ અનુભવતો હોય ત્યારે એને એનો અંતરાત્મા ડંખતો હોવાનું કહેવાય છે. આવા ગિલ્ટમાં માણસ ક્યારેક બહુ હેરાન થાય છે. મહેશ ભટ્ટની ફિલ્મ 'અર્થ' સ્મિતા પાટીલને આવી આંતરીક વેદના સહન કરતી સ્ત્રીના રૂપમાં દર્શાવવામાં આવી હતી. જોકે મૂળ પ્રશ્ન એ છે કે ખોટું શું અને સાચું શું એ કઈ રીતે નક્કી થાય? ખોટું કરનાર દરેક માણસ પશ્ચાતાપ નથી અનુભવતો. આજકાલ તો મોટા ભાગના લોકો ખોટું કરીને લાઈફ બરોબરની એન્જોય કરતાં હોય