દશાવતાર - પ્રકરણ 9

(164)
  • 5.7k
  • 2
  • 3.1k

          ઝાંપો બંધ કરીને એ શેરીમાં જમણી તરફ ચાલવા લાગ્યો. શેરીના જમણે છેડે ટેકરાળ વિસ્તાર હતો. ત્યાં ભૂખરી ટેકરીઓ વચ્ચે છાયડો રહેતો કેમકે બંને તરફ ટેકરીઓ પહાડીની જેમ ઊંચી હતી અને વચ્ચેનો ભાગ ખાઈ જેવો હતો. લગભગ બરાબર બપોર ન થાય અને સૂરજ માથા પર ન આવે ત્યાં સુધી ત્યાં છાયડો રહેતો. વિરાટના બધા મિત્રો મોટે ભાગે ત્યાં જ ભેગા થતાં. આજે વિરાટ દીવાલની પેલી તરફ જવાનો હતો એટલે સવારથી જ તેને બોલાવવા કોઈ મિત્ર આવ્યો હતો પણ એ સમયે વિરાટ ઊંઘ્યો હતો એટલે એ પાછો ગયો હતો.           એ ટેકરીઓ સુધી પહોંચતા દસ પંદર મિનિટ