ચોર અને ચકોરી - 40

(15)
  • 2.7k
  • 1
  • 1.4k

( ગયા અંકમાં આપે વાંચ્યુ... માસીએ કહ્યુ કે દૌલતનગરમા ઍક શેઠની હવેલીએ તારે કામ કરવા જવાનુ છે.)... હવે આગળ વાંચો."માસી.આ દૌલત નગર ક્યાં આવ્યું?" મે માસીને પૂછ્યુ" બેટા છે તો આઘુ. ન્યાં હોડકામાં બેસીને જવું પડે એમ છે.પણ ત્યાના જે શેઠ છે ને એ બહુ સારો એવો પગાર આપે એમ છે.."" તમે મારી ભેગા ત્યાં આવશો ને?"" હા હું તારી સાથે તને ત્યાં મૂકવા આવીશ ખરી."" પછી?"" પછી શુ? તને મૂકીને પાછી વય આવીશ."" મને એકલી મૂકીને?" મેં બીતા બીતા કહ્યુ. "હા તો હું થોડી તારી ભેગી ન્યા રેવાની હતી." માસી કરડકાઈ થી બોલ્યા." પણ હુ ત્યા એકલી સાવ અજાણ્યાઓની