સંબંધ - એક અજબ પ્રેમકહાની - 3

  • 3.4k
  • 1
  • 1.7k

શ્યામ અને પ્રિયાની જિંદગીમાં કદાચ હવે કોઈ પ્રોબ્લેમ થાય એવું ન્હોતું લાગતું. તેઓ ખુશી ખુશી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. બેઉ એકબીજાને સારી રીતે સમજી શકતા હતા. બેઉ એકબીજાની તકલીફો, દુઃખ, દર્દ વહેંચીને જીવતા. અને ખુશી, સુખ એકસાથે મળીને આનંદે માણી રહ્યા હતા. એમ ને એમ જ બીજા ત્રણ વર્ષ વીતી ગયા. એકદિવસ સવારના જ પ્રિયા ઉઠતા વેંત જ ઉલ્ટી કરવા લાગી. શ્યામ તેના માટે એકદમ ચિંતિત થઈ ગયો. તેણે દોડીને પાણીનો ગ્લાસ ભરીને પ્રિયાને આપ્યો. તેની આંખોમાં અત્યારે ચિંતા અને પ્રિયા માટેનો પ્રેમ ચોખ્ખો નજર આવી રહ્યો હતો. તે જડપથી પ્રિયા માટે પોતાના ઘરમાં રહેલી ફર્સ્ટ એઇડ કીટ