તલાશ - 2 ભાગ 40

(63)
  • 4.4k
  • 1
  • 2.2k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   ઝાહીદ પોતાના ઘરેથી 10.40 વાગ્યે નીકળ્યો હવે એને જીતુભા જે હોટલમાં ઉતર્યો હતો ત્યાં પહોંચીને તપાસ કરવાની હતી. જો બધું સમું સુતરું પાર ઉતરે તો એને 4 લાખ દિરહામ મળવાના હતા. અને જો જીતુભાનો મિત્ર હાથમાં આવે તો કુલ સાડા સાત લાખ દિરહામ. એ રાજવંશનો હતો, પણ છેક 4થી પેઢીએ, એને સમાજમાં પોતાના વડવાઓની ઈજ્જત પ્રમાણે જીવવું પડતું હતું. પણ વારસામાં જે કઈ આવ્યું હતું એ એના બાપ દાદા એ આડા અવળા જેમાં કોઈ સૂઝ ન પડતી હોય એવા ધંધામાં