પ્રકરણ ૧૦મું /અંતિમ એટલામાં પૂર જોશમાં બીજી એક ગાડી આવી ફટાફટ ગાડીના બારણાં ઉઘડ્યાં બધાની નજર એ તરફ ગઈ. રિયાન તો ચોંકી ગયો. આવકાર આપવો કે હડધૂત કરવું કંઈ સમજાતું ન હતું. બધાં જ રિયાન સામે તાકી રહ્યાં રિયાન શું રિયેકટ કરશે? હવે આગળ ગાડીનાં બારણાં ઉઘડ્યાં આલોક એને રૂપાલી બંને તેના ઘરે આવેલ પ્રસંગને વધાવવા. રિયાને વિચાર્યું કે આલોક અંકલ ન હોતતો હું આટલી મોટી પોસ્ટ પર ન હોત. મુંબઈની આટલી મોટી કંપનીમાં હું સી ઈ ઓ ફક્ત આલોક અંકલના કારણે જ છું. રિયાન એક શબ્દ ન બોલી શક્યો. ઉલ્ટાનું તેણે આલોક અંકલને વધારે સન્માનથી બોલાવ્યા અને કહ્યું આવો