વસુધા - વસુમાં - પ્રકરણ -58

(46)
  • 4.7k
  • 2
  • 2.5k

અવંતિકા મોક્ષને વસુધાની હાલની સ્થિતિનું વર્ણન કરી રહી હતી જાણે એજ વસુધામાં આખી સમાઈને એની અંદરની લાગણીઓ ને વાચા આપી રહી હતી. અવંતિકાનાં આંખનાં ખૂણા ભીનાં થયાં એ લાગણીશીલ બની...મોક્ષે એને અધિયારો આપતાં કહ્યું “ જીવન ખુબ સરળ અને આનંદી લાગે ક્યારેક ખુબ અઘરું અને સંઘર્ષમય સાબિત થાય...અવુ આ બધાથી "પર" થઈને જે જીવન જીવી જાય એ "વસુમાં" બની જાય...”અવંતિકાએ કહ્યું “સાચી વાત છે મોક્ષ...” એમ કહી મોક્ષને વળગી ગઈ...એની હૂંફ લઈને જાણે વસુધાની બધી તકલીફો અને એનું દુઃખ ભૂલવા પ્રયત્ન કરી રહી...મોક્ષે કહ્યું “અવું...ચાલ ગૌરી પાસે જઈએ તને ત્યાં સારું લાગશે...તારું માતૃત્વ અને પ્રેમ એને આપ તો એ જીવને