અગાઉ આપડે જોયું કે,નીલ રાઘવ અને વાહિદ અલગ અલગ ટીમ બનાવી હવેલી માં અલગ અલગ જગ્યાએ ફરે છે,જ્યાં તેમને અમુક શંકાસ્પદ વસ્તુ મળે છે.હવે આગળ... બધાની નજર જૂની બેગ માંથી મળેલ નકશા પર હતી,જ્યારે લીઝા નું ધ્યાન પેલી બુક્સ માં હતું,કેમ કે એ ગ્રીક ભાષા માં હતું,લીઝા પોતે ખ્રિસ્તી હોઈ,અને ગ્રીક ભાષા ની જાણકાર હોઈ,એટલે તેને તે બુક વાંચવાની કોશિશ કરી. તે બુક માં થોડા ચિત્રો અને થોડું લખાણ એવું હતું,અને જોતા જોતા લીઝા ના ચેહરા પર આશ્ચર્ય અને ડર મિશ્રિત ભાવ આવવા લાગ્યા,લીઝા ના ચેહરા ના બદલતા ભાવ જોઈ ને વાહીદ મૂંઝાઈ ગયો, શું થયું લીઝા?શું છે એ બુક