આપણે અગાઉ જોયું કે શરદે કાવ્યાને ઊંચકીને બેડ પર બેસાડી દીધી અને પાસે બેસી ગયો..હવે આગળ.."કાવ્યા તારે ખરેખર ઊંઘી જવું છે ?"કાવ્યાએ શરદ સામે જોયું તો શરદ એટલાં પ્રેમથી એની સામે નિહાળી રહયો હતો કે એને નજર નીચે ઝુકાવી દીધી. કાવ્યાની દાઢી ઝાલીને શરદે એને ઉપર જોવડાવ્યું અને પછી બોલ્યો,"કાવ્યા ! આઈ લવ યું...કાવ્યા તારાં પ્રેમમાં હું પાગલ છું એમ કહીશ તો પણ કંઈ વધારે ના કહેવાય...મારી આંખોમાં જો...તારી તસ્વીર દેખાશે તને. ""તને હર પળ મેં ચાહી છે. તારી હર પળ આશ કરી છે. તું બસ મારી છે.એ વાત મેં હર દમ કરી છે. તારી ખુશી એ મારી છે.તારાં પર