પહેલાં તો મારાં વહાલાં એવાં તમામ વાંચકોનો દિલથી ખૂબ ખૂબ ખૂબ આભાર ️મારાં આ પ્રથમ પ્રયાસને તમે સફળ બનાવ્યો છે. આશા રાખું કે આગળ પણ મારો આમ જ સાથ નિભાવતા રહેશો...તો હવે મળીએ આપણાં શરદ અને કાવ્યાને જેમનાં છે આજે ભવ્યથી અતિ ભવ્ય વિવાહ.. આખરે એ દિવસ આવી જ ગયો જે દિવસની શરદ અને કાવ્યા 5 વરસથી રાહ જોઈ રહયાં હતાં. આજે શરદ અને કાવ્યાનાં લગ્ન હતાં. અને એ પણ રાજસ્થાની ઠાઠમાં. કાવ્યા હેમંતભાઈની એકની એક દીકરી હતી. ખૂબ વહાલી અને લાડલી.અને આમ પણ દીકરી બાપને વધારે વહાલી હોય.કાવ્યાના લગ્ન હેમંતભાઈ ધામધૂમથી કરવાં માંગતા હતા. અને એ માટે એમણે પાણીની