આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 14

  • 3.1k
  • 1.7k

આકાશ આભા ને એ બધું જ કહી દેવા ઈચ્છતો હતો જે એ ભૂલી ગઈ હતી. અને એટલે જ એણે સુખપર જવાનું નક્કી કર્યું હતું. ઘરના બધાંએ એને ખૂબ જ સમજાવ્યો પણ પોતે પોતાના નિર્ણય પર અડગ રહ્યો. આકાશ ને સમજાવવામાં નિષ્ફળ રહેલ બધા ભારે હૈયે પોતાના કામમાં વ્યસ્ત બની ગયા હતા. આકાશે આભા ને એક બે દિવસ માટે સામાન પેક કરવા જણાવી દીધું હતું." વોર્ડરોબ ના ઉપરના ખાનામાં તારી સાડીઓ હશે એમાંથી એક બે લઈ લેજે.."આકાશ ને યાદ આવતા તેણે આભાને કહ્યું." સાડી? સાડી કેમ? " આભા એ આશ્ચર્ય સાથે પૂછ્યું." સુખપર એક નાનકડું ગામ છે. અને ત્યાં બધા થોડા