વૈદેહી આંખમાં આંસુ સાથે રસોડાનાં કામમાં લાગી ગઈ. કંઇક કરવા માટે એ પાછળ ફરી ત્યાં એણે જોયું કે હાર્દિક ઊભો ઊભો એને જ જોઈ રહ્યો છે. એણે તરત એની નજર હાર્દિક પરથી હટાવી દીધી એને રોટલી વણવા માંડી. "ત...તમારે કંઈ જોઈએ છે ?" વૈદેહી માંડ પૂછી શકી. "હા, જોઈએ તો છે. પણ શું તમે મને એ આપી શકશો ?" હાર્દિકે વૈદેહીની એકદમ નજીક આવી એનો હાથ પર આંગળી ફેરવી પૂછ્યું. વૈદેહીનાં હાથમાંથી વેલણ છટકી ગયું અને એ હાર્દિકથી દૂર ખસી ગઈ. વેલણનો અવાજ સાંભળી દયાબેન તરત જ બૂમ પાડતાં રસોડામાં ધસી આવ્યા. "શું થયું ?" દયાબેને પૂછ્યું. "હું...હું..." "રિલેક્ષ વૈદેહીજી