તલાશ - 2 ભાગ 39

(54)
  • 4.4k
  • 3
  • 2.2k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   "યસ સર, જીતુભા અહીં જ ઉતર્યા છે. રૂમ નંબર 1313માં." "શું એ અત્યારે એની રૂમમાં છે?" "ના એ એમના એક મિત્ર છે મિસ્ટર ઝાહીદ, એમની સાથે ગઈ રાત્રે લગભગ 10.30 વાગ્યે બહાર ગયા છે. હજી આવ્યા નથી." "ઓકે મારી રૂમમાં ચા- નાસ્તો મોકલી આપો. અને જીતુભા આવે તો એમને મેસેજ આપો કે પરબત 12 થી 1 વચ્ચે નીચે રેસ્ટોરાંમાં મળશે." "ભલે" કહી રિસેપ્શનિસ્ટ ફોન મુક્યો અને બેલ મારી ને વેઈટરને કહ્યું "12 માં મળે 1204 માં કોઈ સ્યામ નારાયણ નામના સજ્જન છે એમને ચા-નાસ્તો પહોચાડ."