શ્રાપિત - 26

  • 2.8k
  • 2
  • 1.3k

અવનીની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. બીજા દિવસે આકાશનાં લગ્નનુ મુહૂર્ત હતું. આથી બધાં મિત્રો જમીને વહેલા સુઈ ગયા. બીજા દિવસે આકાશનાં લગ્ન હતાં છતાં આકાશનાં ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. લગ્ન જેવાં પવિત્ર બંધનથી બંધાવાનો સૌ કોઇને ઉત્સાહ અને વર્ષોથી સેવેલાં સપના હોય છે. પણ આકાશનાં ચહેરા પર હરખને બદલે ઉદાસી અને ઉત્સાહ ને બદલે ચિંતા ચોખ્ખી ચહેરા પર વર્તાતી હતી.રાત્રિના બાર વાગવા આવ્યા હતાં. બધાં મિત્રો સુતાં હતાં. આકાશ વારંવાર પડખાં ફેરવતો હતો છતાં આંખમાં નિદ્રાનું અણસાર નથી. વર્ષો પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી હતી. માયાળું માંની મમતાનો એક સહારો એકમાત્ર ઘરનો વારિસ માં અને નિઃસંતાન કાકા કાકીએ આપેલો