કનેક્શન-રૂહ સે રૂહ તક - 25

(11)
  • 3k
  • 1.5k

૨૫.કાબિલે તારીફ શિવ માધવીબેનની આરતીનાં અવાજથી સમર્પણ બંગલોમાં રહેતાં લોકોની સવાર પડી. બધાં આવીને આરતીમાં સામેલ થઈ ગયાં. આરતી પછી માધવીબેને બધાંને પ્રસાદ આપ્યો. નિખિલ પ્રસાદ લઈને તરત જ ડાઇનિંગ તરફ આગળ વધી ગયો. ઘરનાં બધાં સભ્યો પણ એની પાછળ પાછળ આવીને ડાઇનિંગ ટેબલની ફરતે ખુરશીમાં ગોઠવાઈ ગયાં. "મમ્મી! જલ્દી નાસ્તો આપો. મારે કોલેજ જવામાં મોડું થાય છે." નિખિલે કહ્યું. "નિખિલ! અપર્ણાનો અહીંથી ગયાં પછી કોઈ ફોન આવ્યો હતો?" અચાનક જ જગદીશભાઈએ પૂછ્યું. "નહીં." નિખિલે જવાબ આપ્યો. "એવું કેમ પૂછો છો, ભાઈસાહેબ?" પ્રથમેશભાઈએ ચાલું વાતમાં ઝંપલાવતા પૂછ્યું, "બધું ઠીક તો છે ને? પેલાં મુના બાપુનાં આદમીઓનું શું થયું? એને તો