માઇક્રો ફિક્શન વાર્તા સંગ્રહ

  • 4.5k
  • 1.2k

1. નિર્માણસાહેબ એક ખુશખબર છે. આપણે નક્કી કરેલ કામો પૈકી આપણું નવું બિલ્ડિંગ, મંદિર, મહાન વિભૂતિ ની પ્રતિમા ફટાફટ ટ્રેન વગેરેના નિર્માણ માટેનું બજેટ મંજૂર થઈ ગયું છે. ફક્ત શાળા અને હોસ્પિટલના નિર્માણ માટે વિદેશ થી સહાયની માંગણી કરી છે.તે આવશે એટલે તે પણ થઈ જશે. 2. ટોલનાકુ ખાડા ઠેકાડતાં ઠેકાડતા, ઝીગઝાગ ની જેમ આમ તેમ કાવા મારતાં મારતા,હવામાં વાહનને ઉડાડવાનો આનંદ લેતા લેતા ,શરીરના એકો એક અંગને કસરત આપતાં આપતાં, કુમળાં બાળકનાં ગાલ જેવો લીસો રસ્તો આવતાં હજુ તો કમરે થી સહેજ ટટ્ટાર થઈ ત્યાં જ ટોલ નાકું