એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૧૦

  • 3.2k
  • 1.4k

દેવને જસુબેન સાથે વાત કરતા કરતા અગિયાર ક્યારે વાગી ગયા એનું માં-દિકરામાંથી એક પણને ભાન ન રહ્યું.દેવ નાના બાળકની જેમ એની મમ્મીના ખોળામાં માથું મૂકીને સૂતો હતો.દેવના માથા પર હાથ ફેરવતા જસુબેન બોલ્યા,"દેવ,હવે રૂમમાં જઈને સુઈ જા.અગિયાર વાગી ગયા છે.કાલ ઓફીસ પણ જવાનું હશે ને" "તને ઊંઘ આવી છે?"દેવે જસુબેનને પૂછ્યું. "ના" "તો બેસવા દે ને થોડી વાર.ઘણા દિવસે મન શાંત હોય એમ લાગે છે" "કેમ,આમ શાંત નથી રહેતું?,કંઈ પ્રૉબ્લેમ છે?" "ના ના,બસ વર્ક લોડ છે" "તો થોડો બોઝ ઓછો કરી લે ને.કોઈ સારા માણસને શોધી થોડી જવાબદારી એને સોંપી દે" "મમ્મી,હવે મને કોઈના પર ભરોસો નથી રહ્યો" "કોઈ એકના