એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૯

  • 2.9k
  • 1.4k

રાતે દેવ ઘરે આવ્યો.નિત્યા,કાવ્યા અને જસુબેન ડિનર કરવા બેસ્યા હતા.દેવ આવીને સીધો જ બેગ સોફામાં મૂકીને ડાઈનિંગટેબલ પર પોતાની ચેરમાં બેસી ગયો.દેવ ત્યાં બેસ્યો ત્યારે નિત્યા કંઈક લેવા માટે રસોડામાં ગઈ હતી.પણ કાવ્યા અને જસુબેન ત્યાં જ હતા.એ બંને આ દ્રશ્ય જોઈને દંગ થઈ ગયા.કાવ્યા તો વિચારમાં જ પડી ગઈ કે આજ સૂરજ કઈ બાજુ ઊગ્યો હતો.આજ સવારના પપ્પા કઈક અલગ જ બીહેવ કરે છે. "શું વાત છે પપ્પા,આજ સીધું જ ડાઈનિંગ ટેબલ પર"કાવ્યાએ દેવને પૂછ્યું. "મને બહુ જ કકડીને ભૂખ લાગી છે.શું બનાવ્યું છે?"દેવે કહ્યું. "મારા માટે પાસ્તા,નાની માટે રજવાડી ખીચડી અને નીતુ તો કઈ પણ ખાઈ લે છે"કાવ્યા