સૌભાગ્યવતી

(18)
  • 4.5k
  • 2
  • 1.8k

"તમે જ શ્રીમતી ફડીયા?" ઇન્સ્પેક્ટર મારી સામે આશ્ચર્યથી જોતા પૂછી રહ્યા.કોર્ટ ચાલુ હતી. મારા પતિ જીગર ફડીયાના ખૂનનો કેસ ચાલી રહ્યો હતો. મારી જુબાની લેવાતી હતી."હા. હું જ શ્રીમતી ફડીયા. તમે પોલીસ સ્ટેશન બોલાવી હતી ને? મારા પતિ જીગર ફડીયાની લાશની ઓળખ માટે!" મેં કહ્યું.ઇન્સ્પેક્ટર અને લેડી પી.એસ.આઈ. મારી સામે જોઈ રહ્યાં. કઈંક ન સમજાતું હોય, કઈંક ન માનવામાં આવતું હોય તેવા ભાવો તેમની આંખોમાંથી ડોકાતા હતા."આ તમારો પહેરવેશ.. આ સેંથાનું સિંદૂર અને આ બંગડીઓ.." અત્યંત ધીમેથી, અચકાતાં લેડી પી.એસ.આઈ. એ પૂછ્યું."મારા વિધવા થવા અને મારા બાહ્ય દેખાવ વચ્ચે હું સંબંધ નથી જોતી. જે છે તે મારા અંતરમાં છે. બીજાને