આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 13

  • 2.8k
  • 1.6k

*........*........*........*........*ઘડિયાળ રાતના ત્રણ વાગ્યા નો સમય બતાવતી હતી. આભા આકાશનો સહવાસ પામી એના પડખામાં ઘસઘસાટ ઊંઘી રહી હતી. પણ આકાશની આંખોમાંથી ઊંઘ જાણે છુમંતર થઈ ગઈ હતી. થોડીવાર પહેલાનો બંનેનો સહવાસ તેના હૃદયમાં ડંખી રહ્યો હતો. જે થયું તે આભાની ઈચ્છા અને જીદના કારણે થયું હતું. આમ છતાં આકાશ પોતાને દોષી સમજી રહ્યો હતો. પોતે જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય એમ પોતાને કોસી રહ્યો હતો. એ જાણતો હતો કે જે પણ થયું છે એમાં એ કોઈ ફેરફાર કરી શકે એમ નહોતો. પણ આમ છતાં એને પોતાની ભૂલ ખૂબ જ મોટી લાગતી હતી. આવા જ વિચારોના ઘમાસાણ વચ્ચે રાત વીતી