ગામડાની માયા-રાકેશ ઠક્કરગોરધનભાઇને પોતાના મલકમાં રહેવાનું એટલું ગમતું હતું કે લાખોનો પગાર મેળવતા પુત્ર મિલાનની લાખ કોશિષ પછી પણ એ શહેરમાં ગયા ન હતા. હવે તો મિલાને પણ એમને આગ્રહ કરવાનું છોડી દીધું હતું. તે મહિને- બે મહિને બે-ત્રણ દિવસ માટે ગામમાં પિતાના ઘરે આંટો મારી જતો હતો. બે દિવસથી વધારે તેને ગામમાં ગમતું ન હતું. કોલેજમાં અભ્યાસ માટે શહેરની વાટ પકડ્યા પછી તેને ત્યાંની હવા એવી લાગી કે ત્યાં જ નોકરી મેળવી અને લગ્ન પછી પણ શહેરમાં જ રહેતો હતો. પત્ની સલોની એને ઘણી વખત કહેતી કે દર અઠવાડિયે હવાફેર માટે ગામ જવું જોઇએ. પણ એ મહિને-બે મહિને માંડ