શ્રાપિત - 25

  • 2.5k
  • 2
  • 1.3k

રૂમનો દરવાજો તોડીને અંદર જોતાં અવની બેભાન હાલતમાં જમીન પર પડી હતી. આકાશ પોતાનાં ખોળામાં અવનીનું માથું રાખીને બેસે છે. બાજુમાં ઉભેલો પિયુષ ટેબલ પરથી પાણીનાં ગ્લાસ માંથી થોડું પાણી હાથમાં લઈને અવનીના ચહેરા પર છાંટ્યું. આકાશ : " અવની...અવની...ઉઠ શું થયું તને "?સવિતાબેનની નજર ટેબલ તરફ પડતાં ટેબલનુ ખાનું ખુલ્લું હતું અને તસવીર નીચે પડેલી હતી.‌ તસવીર જોતાં ચહેરા પર પરસેવો વળવા લાગ્યો.‌ બધાં મિત્રો અવની પાસે ઉભાં હતાં. સવિતાબેન ધીમેથી પાછળ ઝુકીને નીચે પડેલી તસવીર ઉઠાવી લીધી.આકાશ અવનીને ઉઠાવીને પલંગ પર સુવડાવી. આકાશ અવનીની બાજુમાં બાજુમાં બેસીને તેનો હાથ પોતાનાં બન્ને હાથ વડે ધસીને અવનીને ભાનમાં લાવવાનો પ્રયત્ન