વસુધા - વસુમાં - પ્રકરણ -56

(61)
  • 4.7k
  • 3
  • 2.5k

વસુધા -વસુમાં પ્રકરણ : 56           વસુધા પરવારીને તૈયાર થઇ ગઈ હતી. લાલી તથા અન્ય ગાય-ભેંશને નીર, ખોળ, પાણી બધું અપાઈ ગયું હતું હમણાંથી રમીલા સાથી તરીકે કામ કરવાં આવતી એણે ગમાણ સાફ કરી બધે ધૂપ કરી દીધો હતો. વસુધા આકુને દૂધ પાઇ એને નવરાવી કપડાં પહેરાવી રમાડીને થોડીવાર સૂર્યનાં તડકે લઈને બેઠી એની સાથે વાતો કરતી...આકુ એની નાની નાની નિર્દોષ આંખોથી વસુધાને જોઈ રહેતી...વસુધાની આંખો એને જોઈ હસી ઉઠતી...હસતી આંખો ક્યારે રડી ઉઠતી ખબરજ નહોતી પડતી. વસુધાએ સમય થતાં આકુને ઘોડિયામાં સુવરાવી અને મીઠાં અવાજે હાલરડા ગાતાં આકુ ક્યારે સુઈ ગઈ ખબર ના પડી...ત્યાં રમણકાકાનો દ્રાઇવર જે એમનો