આભા વિનિત - ભાગ 4

  • 2.1k
  • 1.1k

ગતાંકથી....... સફાળા બેઠા થયેલા વિનીતે જોયું કે કોઈ તેની માં ને ઢસડી ને લઈ જઈ રહયુ હતુ એ બહાર તરફ દોડ્યો ત્યાં તો એ માણસ મા ને ફળિયા માં છોડી ને જતો રહ્યો .તે દોડી ને મા ને વળગી પડ્યો .પણ આ શું????? તેના હાથ લોહીલુહાણ થઈ ગયા ને માં ની પાસે લોહી નું ખાબોચિયું ભરાય ગયુ .વિનીત ને આંખે અંધારા છવાય ગયા તે ચીસ પાડી ઊઠયો પણ રાત ના અંધકાર અજવાળા ની જેમ એના અવાજ ને પણ ગળી ગયો.બહાર જઈ ને મદદ માટે પુકાર કરી પણ જાગીરદાર ની ધાક માં જાણે બધા જ લોકો હ્દય થી બહેરા થઈ ગયા