ઉનાળાના ધોમ ધખતાં તડકાએ ગીરના જંગલના ઝાડવાના રહ્યા સહ્યા રસ પણ સૂચિ લીધા હતા. જેના લીધે ઝાડવાના પાંદડા સુકાઈને ખરી પડ્યા હતા.આવા ઉજ્જડ ઝાડવાઓમાં પ્રાણ પૂરવા છેલ્લા થોડા દિવસથી મેહુલોજતી પહોંચી ગયો હતો.ખેડૂત અને માલધારીઓ માટે જેઠ આખો ભલે કોરો ધાકોડ જાય.પણ અહાઢનો એક દાડો પણ કોરો કાઢવો બહું કઠણ છે.અને આવા અષાઢ મહિનાનાં સમયે વરસાદ પડે એટલે ગીર આખું હરખની હેલીયે ચડે છે. પૂરતો વરસાદ પડવાથી સુકાઈ રહેલા ઝાડવાને નવજીવન મળી ગયું હતું.સુકાઈ ગયેલું ઘાસ જમીનમાં ભળી જઈ, તેનાં પાકી ગયેલાં બી ભીની માટીમાં દબાઈને ફરી ઊગવા તૈયાર થઈ ગયાં હતાં. પંખીડા પણ આનંદમાં આવી કિલ્લોલ કરવાં લાગ્યાં હતા.મોરલા