દશાવતાર - પ્રકરણ 4

(170)
  • 6k
  • 2
  • 3.6k

          ૧૮ વર્ષ પછી...           વિરાટ ઝૂંપડીનો દરવાજો ખોલી બહાર આવ્યો એ સાથે જ તેનું શરીર ધ્રુજી ઉઠ્યું. બહાર પવન પૂર ઝડપે ફૂંકાતો હતો. પ્રાણીઓ પણ થીજી જાય તેવો ઠંડોગાર પવન હતો. અહીં રાત્રે ભયાનક ઠંડી પડતી કારણ અફાટ રણ આ વિસ્તારથી ખાસ દૂર નહોતું. હવામાં રેત સાથે મીઠાની સોડમ ભળેલી હતી. હોઠ ઉપર ક્ષાર બાજી જાય તેવી નમકીન હવાઓ આ પ્રદેશમાં કાયમ વહેતી. વિરાટને પણ શ્વાસમાં રણની ખારી સુગંધ મહેસુસ થઈ. પહેલા, બીજા અને ત્રીજા શ્વાસે તો એને એમ લાગ્યું કે કદાચ ફેફસા બરફ થઈ જશે. એને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી પણ કાયમની