બેલા એ ભયાનક રૂપ ધારણ કર્યું.દીપડો બની એક પછી એક નેહડાવાસી ઉપર હુમલો કરવા લાગી.બેલા એ પોતાના આગળના પંજા વડે એક બાળકને પકડી લીધું. ત્યાં જ દિપક જોરદાર એક લાકડું પાછળથી બેલાને માર્યું.દીપડો દુર ફેંકાય ગયો.ફેંકવાની સાથે જ બેલા પોતાના રૂપમાં આવી ગઈ.એ માંડ-માંડ ઊભું થવાની કોશિશ કરી રહી.દિપક એ બાળકને તેડી બેલાને કહ્યું બેલા હવે તું નહેડાવાસીઓ વચ્ચે ક્યારેય નહી આવતી. તું મને પ્રેમ કરે છે એમ કહે છે??? એ રડી પડ્યો.આવો પ્રેમ બેલા...!!!!તું આવી છે?હું તને નથી ઓળખતો.હું માત્ર મારી ભોળી બેલાને જ ઓળખું છું. જેની સાથે મેં મારા ઉજ્જવળ ભવિષ્યના સપના જોયા છે.આવી ખતરનાક બેલા મારી નથી.આવી