કમલ અને વિરલ ની વાતો ઘણો સમય ચાલી એટલે ત્યાં કેન્ટીન નો માલિક આવીને ટહુકો કર્યો.ચા જોઈએ છે.? કે આપ.....કેન્ટીન નો માલિક આટલું બોલ્યો તે પહેલાં તો બન્ને ઊભા થઈને ચાલતા થયાં."માંગણી નો જેટલો અધિકાર હોવો જોઈએ...લાગણીનો ય એટલો વિસ્તાર હોવો જોઈએ...હો ભલે નશીબ સપનાઓ નાં વશમાંભગવાન ની ભક્તિમાં વિશ્વાસ હોવો જોઈએકે પછી આપણા કર્મ માં વિશ્વાસ હોવો જોઇએ."રાજલ ફરી પોતાની જીદગી વ્યવસ્થિત રીતે આગળ વધારવા માંગતી હતી. તે હવે મોજ શોખ ને પડતા મૂકીને અભ્યાસ પર પૂરેપૂરું ધ્યાન આપવા માંગતી હતી એટલે રાત્રે કોમલ નાં રૂમમાં જઈને તેની પાસે બેસી ગઈ. કોમલ બુક વાંચી રહી હતી. રાજલ ને જોઈને