"બસ આપણે બે જ..."જો સખી, હું પાછી તારી પાસે આવી ગઈ છું. આજે વાત કરવી છે. પરિવાર કેટલો જરૂરી છે. અત્યારના દીકરીઓ કે દિકરાઓ બસ આપણે બે બીજુ કોઈ નહીં એ રીતે જીવન જીવવા માગે છે, અત્યારે વિભક્ત કુટુંબો વધતા જાય છે. એટલે હું તને મારી એક સહેલીની વાત લઈને અહીં આવી છું. જેના થકી અત્યારના દીકરા દીકરીઓ સુધી વાત પહોંચે અને સંયુક્ત પરિવારમાં રહેવાથી કેટલા ફાયદા છે. બધા હળીમળીને કઈ રીતે રહી શકાયની સમજ કેળવાશે.નેન્સી લગ્ન કરીને સાસરે આવી. તેનો સંયુક્ત પરિવાર હતો. બા, દાદા, કાકાજી, કાકીજી તેમના બાળકો તેના સાસુ સસરા અને એક નણંદ તેટલો બહોળો પરિવાર હતો.