હાસ્ય લહરી - ૩૩

  • 3.1k
  • 1.2k

  આ તે કોઈ ચરબી છે કે ચરબો આપણી એ જ તો મહા-મારી છે કે, સમઝવા કરતાં વિચારીએ વધારે, ને વિચારવા કરતાં બકીએ વધારે. નેતાઓની વાત નથી કરતો યાર..! આ તો જનરલ ટોકિંગ..! જેમ યોગનો અર્થ એવો નથી કે, પેટને ધમણની માફક હલાવ્યા પછી, પેટને ગોડાઉન સમજી માલ ભરી દેવાનો. અમુક તો મહેસાણી ર છકડાની માફક ભરાય એટલા મુસાફર ભરે એમ, ખવાય એટલું ખાય, ને ઊંઘમાં પણ ઢેકાર ખાતો જાય..! મહર્ષિ પતંજલિની ૩૦૦૦ હજાર વર્ષ જૂની આ સિસ્ટમનો કચ્ચરઘાણ કાઢે..! આમ તો શરીર અને આત્માનું જ્યાં જોડાણ થાય ત્યાં યોગનું પ્રાગટ્ય થાય. અને આડેધડ ભચડ ભચડ કરે ત્યાં રોગનું પ્રાગટ્ય