//હું તારી યાદમાં// રાજકોટ શહેર એટલે ગુજરાત રાજ્યનું હરણફાળ વિકસી રહેલ શહેર ગણી શકાય. ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિભાગ એક અલગ તરી આવતો વિસ્તાર છે. ગુજરાતમાં એક વિશેષતા જો ગણવામાં આવે તો ગુજરાતની પ્રાદેશિક ભાષા ગુજરાતી છે તેમાં કોઇ બે મત નથી. પરંતુ ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ચરોતર, સૌરાષ્ટ્ર આ બધા એવા વિસ્તાર છે બધે ભાષા તો ગુજરાતી જ બોલવામાં આવતી હોય પરંતુ એકબીજા સાથે ગુજરાતીમાં વાત કરવાથી એકબીજાને ખ્યાલ આવી શકે કે વાત કરનાર ગુજરાતના કયા જિલ્લાનો રહેવાસી હશે. માનવીના ભાષા બોલવાના ઉચ્ચાર પરથી ખ્યાલ આવી શકે કે માનવી ચરોતરનો કે સૌરાષ્ટ્રનો વસનાર છે. આ બહુ મોટી વિશેષતા છે ગુજરાતમાં વસનાર ગુજરાતીની.