દેવ કાવ્યાની ચિઠ્ઠી જોઈને હસ્યો અને મનમાં બોલ્યો,"અમારા ઘરમાં એક આ ચિઠ્ઠીનો રિવાજ જ છે જેના લીધે કોમ્યુનિકેશન સહેલું થઈ જાય છે" (થોડાક વર્ષોમાં દેવના ઘરનું વાતાવરણ એટલું બદલાઈ ગયું હતું કે એકબીજા સામે પોતાની વાત મુકવા માટે પણ જીજક થતી હતી એટલે આ ચીઠ્ઠી પ્રથા ચાલુ થઈ હતી.એની સૌથી પહેલા શરૂઆત નિત્યાએ જ કરી હતી. કેવી રીતે?,કેમ?....આ પ્રશ્નોના જવાબ આગળ તમને મળી જશે.) પછી એને સવારની ચિઠ્ઠી જે નિત્યાએ બ્રેકફાસ્ટ સાથે મૂકી હતી એ યાદ આવી અને ફરી ગણગણવા લાગ્યો,"નિત્યાએ પણ સવારે એક ચીઠ્ઠી મૂકી હતી.હું ઉતાવળમાં જોવાનું જ ભૂલી ગયો"દેવ પોતાના રૂમમાં ગયો.નિત્યા સુઈ ગઈ હોવાથી લાઈટ બંધ