બે ઘડિયાળ

  • 3.5k
  • 1
  • 1.3k

બે ઘડિયાળ                  મારા રૂમમાં બે ઘડિયાળ છે. બંને સમય તો સાચો જ બતાવે છે પણ તેમાંની એક ઘડિયાળ થોડી આગળ છે અને બીજી ઘડિયાળ થોડી પાછળ છે. આમ બહુ ફેર નહિ, બસ જરાક જ.                 એક વખત બપોરના બરોબર 2 વાગ્યા અને લાઈટ ગઈ. પંખાનું ટક ટક પણ બંધ થયું. એકદમ નીરવ શાંતિ ! દૂર કોઈ કૂતરાનો ભસવાનો અવાજ કે કોઈ દૂરથી આવતા વાહનોના અવાજ સિવાય રૂમમાં જો સહુથી નજીકનો અવાજ આવતો હોય તો માત્ર બંને ઘડિયાળના સેકન્ડ કાંટાની મૂવમેન્ટનો ! એક ઘડિયાળમાંથી અવાજ આવે