-: ઝરમરતો સ્નેહ :- નિમિષા રોજની જેમ રસોઇની રોજીંદી કામગીરી પુરી કરી તેનું રસોડું અવેરવામાં અને બાકી રહેલ છેલ્લી રસોઇની કામગીરીમાં વ્યસ્ત હતી. કારણ તેને તેના રોજીંદા ક્રમ અનુસાર અગિયાર વાગ્યે તો તેને જિમ જવાનું હતું. તેનો પતિ નમન પણ પંદર મિનીટ પહેલાં જ ઑફિસ જવા માટે નીકળ્યો હતો. દિવસનું જમવાનું તે સવારે જ બનાવી લેતી હતી. જિમમાંથી આવ્યા બાદ તેને ખૂબ ભૂખ લાગતી હતી અને એટલી તાકાત રહેતી નહોતી કે તે જમવાનું બનાવી શકે. કેટલાક સમયથી તેનું વજન ધારણા કરતાં વધુ વધવા લાગ્યું હતું. જે કપડાં તેણે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન અને હનીમૂન માટે ખરીદ્યા હતા તે