અંતરની જોડી નમન અને નમ્રતા એકવાર ઓચિંતા જ બસમાં મળી ગયેલા. બસમાં ભીડ હતી અને નમન નમ્રતા કરતા એકાદ બે સ્ટેશન અગાઉ બેઠેલ હતો, એટલે એને જગ્યા મળી ગયેલી, પરંતુ ભર તાપ અને પગ મૂકવાની જગ્યા ન હોય એવી ભીડમાં મને જગ્યા નહોતી મળી. આપણે ત્યાં તો આમેય એવો ધારો કે, બસ કે ટ્રેનમાં કોઈ યુવતી ઊભી હોય કે બેઠી હોય તો ભીડનો લાભ લઈને એને અડકીને કે અન્ય કંઈક રીતે એની છેડતી કરી લેવાની. નમ્રતા પણ ઊભી હતી એટલે તેની આસપાસના કેટલાક ઈશ્કી ટટ્ટુઓ તેના તનને સ્પર્શવાનો અને કોઈક ને કોઇ રીતે પરેશાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.ખરા ઉનાળાનો