નારી તું નારાયણી - 4

  • 3.7k
  • 1.5k

આકૃતીનો આક્રોશ આજે બધીજ હદ્દ વટાવી ગયો હતો. ના જાણે કેટલીય વેદનાઓ, કેટલીયે ખુશીઓ મનમાજ દબાવી રાખી હશે. કેટલાય સપનાઓ આંખોની પાંપણ તળેજ દફન થઈ ગયા હશે. કરકસર કરીને જીવતા જાણે જિંદગી જીવતાં જ ભૂલી ગઈ હતી. પણ તેમ છતાંય જાણે તે પોતાના પરિવાર માટે ચૂપચાપ જીવ્યે રાખતી હતી. એક સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબમાં તે પરણીને આવી હતી. તેના પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા.સાસુ સસરા અને બે દીકરીઓ સાથે આ ચોલના નાનકડા ઘરમાં રહેતા હતા. સસરા પણ તબિયત નરમ ગરમ રહ્યા કરતી હોવાથી કંઈ કામધંધો કરતા નાં હતા. ઘરમાં આવકનો એક જ સ્ત્રોત હતો. તેના પતિની આવક. અને