(નિયતી ગુસ્સામાં આદિને પૂછી રહી હતી કે એણે એનાં લગ્ન વિશે કેમ ન જણાવ્યું.)*****************"હું બહાર રાહ જોઉં છું." ગૌરી બોલી."ના... તું ક્યાંય નહીં જાય. તને બધું જાણવાનો હક છે." આદિ ગૌરીનો હાથ પકડી બોલ્યો."હા... તને બધું જાણવાનો હક છે. તને ખબર છે આદિ મને પ્રેમ કરે છે મને.... તું અમારી વચ્ચે આવી ગઇ છે." નિયતી ગૌરીને બોલી."ગૌરીને બધી ખબર છે અને બાય ધ વે પ્રેમ કરતો હતો, છું નહીં. એ એકતરફી પ્રેમ હતો, માત્ર તરુણાવસ્થાની લાગણી હતી; સાચી લાગણી જે હવે નથી.""તું આમ કઈ રીતે કહી શકે? હું જાણું છું કે તું હજી મને ચાહે છે. મેં તે દિવસે તને