પ્રકરણ-૩૦ (પુનઃલગ્ન) અનામિકાના દરવાજે ટકોરા પડતાં જ એણે પોતાના આંસુ લૂછયાં અને ઉભી થઈને એણે દરવાજો ખોલ્યો. સામે પ્રીતિ ઉભી હતી. પ્રીતિને જોઈને અનામિકા એને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. પ્રીતિએ એને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. એ બોલી, "ચૂપ થઈ જા અનામિકા. રાજવીરની વાતનું ખોટું ના લગાડીશ. તને તો ખબર છે કે, એનો સ્વભાવ જ એવો છે." "હા, હું જાણું છું પણ મને રડવું તો એટલા માટે આવે છે કે, મેહુલે મને પ્રપોઝ કર્યું. હું તો એની જોડે એમ જ મૈત્રીભાવથી વાતો કરતી હતી. મને શું ખબર કે, એ એનો આવો અર્થ કરશે? મને જો પહેલા જ ખબર હોત કે