જીવનસંગિની - 20

  • 2.1k
  • 1
  • 1.2k

પ્રકરણ-૨૦ (હઠયોગ) નિશ્ચયે હઠે ભરાઈને બિઝનેસ શરૂ તો કર્યો હતો પરંતુ એમાં એને જોઈએ એવી સફળતા મળી રહી ન હતી. અને આમ પણ એનો જેવો સ્વભાવ હતો એ પ્રમાણે તો તે ધંધામાં ચાલે એમ જ ન હતો. પણ કોણ જાણે એને શું ભૂત વળગ્યું કે, એણે માત્ર અનામિકાની કુંડળીના ભરોસે જ ધંધો કરવાનું જોખમ ખેડયું. અને એનું આ જોખમ ખરેખર એના માટે જોખમ જ પુરવાર થયું. કોઈ ભણેલો ગણેલો માણસ આટલો અંધશ્રદ્ધાળુ કઈ રીતે હોઈ શકે તેનો નિશ્ચય જીવતો જાગતો પુરાવો હતો. અનામિકા એની રીતે એને સમજાવવાના સતત પ્રયત્નો કર્યા કરતી હતી. પરંતુ નિશ્ચય ક્યાં એનું કંઈ સાંભળતો જ હતો!