જીવનસંગિની - 18

  • 2.1k
  • 1.2k

પ્રકરણ-૧૮ (મા બનવાની સફર) કહેવાય છે ને કે, જે થવાનું હોય તે તો થઈને જ રહે છે. હોને કો કૌન ટાલ સકતા હૈ? અનામિકાના જીવનમાં પણ આવું જ કંઈક બનવાનું હતું. અનામિકનું એક બાળક મિસ થયા પછી પણ એ માત્ર બે મહિનાની અંદર જ એ ફરીથી મા બનવાની હતી. પરંતુ આ વખતે નિશ્ચયે ગયા વખતની જેવું ખરાબ વર્તન ન કર્યુ. એણે આ આવનાર બાળકને ઈશ્વરની ઈચ્છા સમજીને એને સ્વીકારી લીધું હતું. આ વખતે એ બાળકના જન્મ માટે માનસિક રીતે તૈયાર થઈ ગયો હતો. સમય વીતી રહ્યો હતો. સમયને વીતતાં કયાં કઈ વાર લાગે છે? અનામિકાને હવે સાતમો મહિનો બેસી ગયો