જીવનસંગિની - 15

  • 2.1k
  • 1.3k

પ્રકરણ-૧૫ (મનોમંથન) અનામિકાના લગ્નને હવે તો ઘણો જ સમય થઈ ગયો હતો પરંતુ હજુ પણ એ નિશ્ચયને સમજી શકતી નહોતી. એના મનમાં શું ચાલી રહ્યું હતું એ હજુ પણ એને સમજાઈ રહ્યું નહોતું. એને એ હવે એકદમ માછલી જેવો ઊંડો લાગવા માંડ્યો હતો. માછલી જેમ પાણીમાં ખૂબ ઊંડે સુધી જાય છે એમ જ નિશ્ચયનો સ્વભાવ પણ એને ખૂબ જ ઊંડો લાગતો. ઘણી વખત એ એના મનની વાતને કળી શકતી નહીં. કદાચ નિશ્ચય જ એને પોતાના મનની વાત કળવા દેતો નહીં! ***** નિશ્ચય આજે ઓફિસથી ઘરે આવ્યો. અનામિકાને એનું મોઢું જોઈને એટલું તો સમજાઈ જ ગયું કે, આજે એનું મગજ સ્વસ્થ