કનેક્શન-રૂહ સે રૂહ તક - 23

(14)
  • 3.2k
  • 1
  • 1.5k

૨૩.ગર્લફ્રેન્ડ નહીં વાઈફ!અપર્ણા જે રીતે એ છોકરાઓને ધમકી આપીને ગઈ. એ પછી ડોક્ટર શિવને એક સવાલ કરવાં મજબૂર થઈ ગયાં. એમણે શિવનાં કાનમાં પૂછ્યું, "આ છોકરી કોણ હતી? તારી ગર્લફ્રેન્ડ છે?""હેં?" શિવે ડોક્ટર સામે આંખો ફાડીને કહ્યું, "એ અને ગર્લફ્રેન્ડ?""કેમ? ગર્લફ્રેન્ડ તો છોકરી જ હોય ને, છોકરો થોડી હોય." ડોક્ટરે મજાકમાં કહ્યું."એટલી તો મને પણ ખબર પડે છે." શિવે કટાક્ષમાં કહ્યું, "પણ, એ ગર્લફ્રેન્ડ ટાઇપની છોકરી નથી. એને વાઈફ બનાવી શકાય, ગર્લફ્રેન્ડ નહીં.""એવું કેમ?" ડોક્ટરે તરત જ પૂછ્યું."તમે સાંભળ્યું છે, કે કોઈ ગર્લફ્રેન્ડ એનાં બોયફ્રેન્ડ સાથે સતત ઝઘડ્યા કરે?" શિવે પૂછ્યું, તો ડોક્ટરે તરત જ નાં માં ડોક હલાવી, "ક્યાંથી