મા મળી

(12)
  • 3.1k
  • 1.2k

એ દિવસે મારી ટ્રેન મોડી હતી રોજ કરતાં. સ્ટેશન પર ધાર્યાં કરતાં વધારે ભીડ જમા થઈ ગઈ હતી. બીજી ટ્રેનનાં પેસેન્જર્સ પણ ભેગાં થઈ ગયાં હતાં. મને ‘કામ પર મોડું પહોંચાશે’નો ઉચાટ થઈ રહ્યો હતો. હમણાંથી ટ્રેન ક્યાં તો મોડી આવે છે ક્યાં તો આવતી જ નથી. એટલે આજકાલ રોજ મોડું થવાં માંડ્યું છે. સમય નીકળતો જતો હતો ને મારી અધીરાઈ વધતી જતી હતી. બહુ મોડાં લગભગ બીજી ટ્રેનનાં સમયે પહેલી ટ્રેન આવી. ઓટોમેટિક ડોર ખૂલ્યાં, અંદરથી પેસેન્જર્સ ઝડપથી ઉતરવાં માંડ્યાં અને એ બધાં ઉતરી ગયાં એટલે ચઢનારાં ઉતાવળથી ચઢવાં લાગ્યાં. ભીડમાં કેવીરીતે હું પાછળ ધકેલાઈ ગઈ તેની મને પોતાને