જીવનસંગિની - 12

  • 2.5k
  • 1.4k

પ્રકરણ-૧૨ (અણધાર્યો વળાંક) અનામિકા નિશ્ચય સાથેના લગ્ન પછી હવે ફરીથી કોલેજ જોઈન કરવા આવી પહોંચી હતી. કોલેજમાં આવીને એણે પોતાની બધી બહેનપણીઓને પોતાના લગ્નના સમાચાર આપ્યાં. આ સાંભળીને એની બધી સખીઓ ખૂબ ખુશ થઈ ગઈ. બધાંએ એને અભિનંદન આપ્યા. પણ સાથે સાથે બધાંને આશ્ચર્ય પણ થયું કે, અનામિકા તો હજુ આગળ વધુ ભણીને નોકરી કરવા માંગતી હતી પણ અચાનક એણે લગ્ન કેમ કરી લીધાં હશે? બધાંના મનમાં આ જ પ્રશ્ન રમી રહ્યો હતો. પણ કોઈએ અનામિકાને વધુ આ બાબતે કંઈ પૂછ્યું નહીં. બધી જ સખીઓએ એને અભિનંદન આપ્યાં અને ક્લાસમાં જવા લાગી. અનામિકાના લગ્નના સમાચાર સાંભળીને એની બધી સખીઓ ખૂબ